રાજસ્થાન સરકાર દ્વારા અચાનક ગુજરાત બોર્ડર સીલ કરાઈ

રાજસ્થાનમાં ચાલતી રાજકીય ખેંચતાણને કારણે બોર્ડર સીલ કરી દેવાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે આ પાછળનું સત્તાવાર કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું. પણ રાજસ્થાનની સરકારનાં આ તઘલખી નિર્ણયને કારણે અનેક ગુજરાતીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજસ્થાન સરકારે આજે અચાનક બોર્ડર સીલ કરી દીધી હતી. અને રાજસ્થાનમાંથી ગુજરાત પરત આવવા પર રોક લગાવી દીધી હતી. રાજસ્થાનની બોર્ડર પર ઘણા લોકો કાર સાથે ફસાઈ ગયા. 

ગુજરાતમાં એકબાજુ કોરોનાનાં કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. તો આ સાથે જ રાજસ્થાનથી ગુજરાત આવતાં લોકો માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાન સરકારે એકાએક રતનપુર બોર્ડર સીલ કરી દીધી હતી. અને રાજસ્થાનથી ગુજરાત આવતાં લોકોની તમામ કારોને રોકી દેવામાં આવી હતી. જેના કારણે અનેક લોકો બોર્ડર પર અટવાયા છે.
Source :-સંદેશ